NEET ગ્રેસ માર્કસ રદ : NEET પરીક્ષા 2024 માં ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવશે.આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માં તેમણે કહ્યું કે, માત્ર 1563 વિદ્યાર્થીઓના સ્કોર કાર્ડ રદ કરવામાં આવશે તેમને ફરીથી RE-NEET પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
NEET ગ્રેસ માર્કસ રદ
આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માં પરીક્ષા આયોજક એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી – NTA એ માત્ર 1563 વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા છે, જેમના પરિણામમાં ગ્રેસ માર્કસ બાદ ગેરરીતિના આરોપો હતા. NTAએ કહ્યું કે માત્ર 1563 વિદ્યાર્થીઓ માટે જ RE-NEET યોજશે જેઓ 6 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.
હવે 23 જૂને યોજાશે RE-NEET પરીક્ષા
કેન્દ્રએ સુપ્રીમને જણાવ્યું હતું કે, NTA દ્વારા માત્ર 1563 વિદ્યાર્થીઓ માટે જ ફરીથી RE-NEET પરીક્ષા 23 જૂને લેવાશે જેઓ માત્ર 6 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. માત્ર 1,563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
30 જૂન પહેલા આવી શકે છે પરિણામ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી – NTA દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ઉમેદવારો 23 જૂન ના રોજ પરીક્ષા આપશે તેનું પરિણામ 30 જૂન પહેલા જાહેરકરી દેવામાં આવશે.
આજે સુપ્રીમ કોર્ટમાં મેડિકલમાં પ્રવેશ સાથે જોડાયેલ NEET પરીક્ષામાં ગડબડ મામલે સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન એનટીએ (NTA) દ્વારા જાણકારી આપવામાં આવી કે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવામાં આવશે.
NTA દ્વારા આ વિદ્યાર્થીઓને બે ઓપ્શન આપવામાં આવ્યા છે. એક રી-નીટમાં સામેલ થઈ શકાય છે અથવા પછી વિના ગ્રેસ માર્ક્સની માર્કશીટ સાથે નીટ યૂજીની કાઉન્સલિંગમાં ભાગ લઈ શકો છો. 1563 વિદ્યાર્થીઓની 23 જૂનના રોજ ફરીથી પરીક્ષા થશે. જેનું પરિણામ 30 જૂન પહેલા આવી શકે છે.
સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષા પરિણામમાં અનિયમિતતા જોતા એનટીએને 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરીને ફરીથી નીટ એક્ઝામ આયોજીત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કરી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો
વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો