લોકસભા ચૂંટણી પરિણામ 2024

લોકસભા ચૂંટણી પરિણામ 2024 : લોકસભાની ચૂંટણીનું આયોજના સમગ્ર દેશના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું જે વિવિધ 7 તબક્કા વાર થયું હતું. જેમાં ગુજરાતમાં 25 સીટ (1 સુરત સીટ BJP બિનહરિફ જીતી) માટે ત્રીજા તબક્કામાં એક દિવસે એટલે કે 7 મે 2024ના રોજ મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણી પરિણામ 2024

સમગ્ર દેશમાં ચૂંટણી પરિણામની રાહ જોવાઈ રહી છે તે ઘડીનો આજે અંત આવ્યો છે કારણ છે આજ રોજ એટલે કે 4 જૂન 2024ના રોજ લોકસભા ચૂંટણી રિઝલ્ટ 2024ની ગણતરી સવારે 08:00 કલાકથી શરૂ થઇ રહી છે. સાતેય તબક્કાની ચૂંટણીની ગણતરી એક જ સાથે એટલે 4 જૂનના રોજ થશે. આપડે આ લેખમાં પળેપળની અપડેટ આપતા રહેશું.

ગુજરાત 26 બેઠક ચૂંટણી જીતેલ ઉમેદવારો

બેઠકવિજેતા ઉમેદવારપક્ષ
ગાંધીનગરઅમિતભાઈ શાહભાજપ
નવસારીસી.આર. પાટીલભાજપ
અમદાવાદ પૂર્વહસમુખભાઈ પટેલભાજપ
અમદાવાદ પશ્ચિમદિનેશભાઈ મકવાણાભાજપ
અમરેલીભરતભાઈ સુતરિયાભાજપ
આણંદમિતેશભાઈ પટેલભાજપ
બનાસકાંઠાગેનીબેન ઠાકોરકોંગ્રેસ
બારડોલીપ્રભુભાઈ વસાવાભાજપ
ભરૂચમનસુખભાઈ વસાવાભાજપ
ભાવનગરડૉ. નીમૂબેન બાંભણીયાભાજપ
છોટા ઉદેપુરજશુભાઈ રાઠવાભાજપ
દાહોદજશવંતસિંહ ભાભોરભાજપ
જામનગરપૂનમબેન માડમભાજપ
જુનાગઢરાજેશભાઈ ચુડાસમાભાજપ
કચ્છવિનોદભાઈ ચાવડાભાજપ
ખેડાદેવુસિંહ ચૌહાણભાજપ
મહેસાણાહરિભાઈ પટેલભાજપ
પંચમહાલરાજપાલસિંહ જાદવભાજપ
પાટણભરતસિંહ ડાભીભાજપ
પોરબંદરમનસુખભાઈ માંડવિયાભાજપ
રાજકોટપરશોત્તમભાઈ રૂપાલાભાજપ
સાબરકાંઠાશોભનાબેન બારૈયાભાજપ
સુરતમુકેશભાઈ દલાલભાજપ
સુરેન્દ્રનગરચંદુભાઈ શિહોરાભાજપ
વડોદરાડૉ. હેમાંગભાઈ જોશીભાજપ
વલસાડધવલભાઈ પટેલભાજપ

આ પણ ખાસ વાંચો:

GSSSB CCE આન્સર કી 2024

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ 2024 લાઇવ

આખરે દેશના જ નહીં, વિશ્વભરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી પહોંચ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની 2024ની લોકસભા ચૂંટણીનું પરિણામ (Election Results 2024) 4 જૂન, મંગળવારના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. રોમાંચની પરાકાષ્ઠા જેવા આ હાઇપ્રોફાઇલ મુકાબલાની પળેપળની અપડેટ્સથી તમને માહિતગાર રાખવા માટે સોસીયો એજ્યુકેશન સજ્જ છે. ઝીણામાં ઝીણી તમામ અપડેટ્સ આપના સુધી લાઇવ પહોંચાડતા રહેશે. યાને કે ઇલેક્શન રિઝલ્ટ કાઉન્ટિંગ સેન્ટરથી સીધું જ તમારા મોબાઇલમાં જોવા મળશે.

2019ના ચૂંટણી પરીણામો પર એક નજર

2019ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો NDAને 353 બેઠકો મળી હતી. જેમાંથી 303 બેઠકો ભાજપને ફાળે ગઈ હતી. ત્યારે આ વખતે એક્ઝિટ પોલના આંકડા જોતા આ વખતે NDAને 15 બેઠકોનું નુકશાન થઈ શકે છે. તો કોંગ્રેસની વાત કરીએ તો, 2019ની ચૂંટણીમાં યુપીએને 91 બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસને ફાળે 52 બેઠકો ગઈ હતી. ત્યારે આ વખતે 65 બેઠકો મળી શકે છે. તેથી 13 બેઠકો વધુ મળી શકે છે.

નોંધ આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ખરાઈ કરી લેવી.

લાઈવ રિઝલ્ટ જુઓઅહુથી જુઓ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment